આનંદો : E-KYC વગર પણલાભાર્થીઓને મળશે રાશન

0
1
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજકોટ, તા. 31 ગુજરાત સરકાર દ્વારા રાશનકાર્ડમાં સમાવિષ્ટ દરેક લોકોનું એ કહેવાય સી કરવાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની ડેડલાઈન 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી પરંતુ અત્યંત નબળી કામગીરીના કારણે 31 ડિસેમ્બર સુધીમાં આ કાર્યક્રમ કોઈપણ રીતે પૂરો થઈ શકે તેમ ન હોય તેને લઈને પુરવઠા મંત્રીએ સ્પષ્ટતા કરી હતી. બીજી તરફ જે લોકોને ઈ કેવાયસી નથી થયું તેમને પણ અનાજ મળતું રહેશે કારણ કે સામાન્ય લોકોમાં અનાજ બંધ થઈ જવાના ભયથી ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. એક સાથે લાંબી લાઈનો લાગેલી હોય અને ઘણા ખરા સમયે ડાઉન ચાલતું હોય તેવી અત્યંત હાર્ડમારી વધી જતા પુરવઠા પ્રધાને આ અંગે સ્પષ્ટતા કરી હતી અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે લાઈનોમાં ઘટાડો થાય તે દિશામાં પણ પગલાં લીધા હતા.
મળતી માહિતી મુજબ તંત્ર હજુ પણ જુદી જુદી સંસ્થાઓને સાથે રાખીને એ કહેવાય સી નો કાર્યક્રમ ઝડપભેર પૂર્ણ થાય એ માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે. ઝોનલ ઓફિસ મામલતદાર ઓફિસ તથા કોર્પોરેશનની સંસ્થાઓ ગ્રામ્ય કક્ષાએ શાળા કોલેજો, શિક્ષકો દ્વારા રેશનકાર્ડની દુકાન સંચાલકોને એપ્લિકેશન આપી અને એ વાય સી કરી આપવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે એક વર્ષથી ચાલતા કાર્યક્રમ જે ગતિ મળવી જોઈએ તે મળી નથી જેને લઈને તંત્ર જાગ્યું છે.

જુદી જુદી સંસ્થાઓને બોલાવીને દબાણ કરી અને આ કાર્યક્રમને ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયત્નો શરૂ થયા હતા પરંતુ આ કાર્ય મેરેથન પ્રકારનું હોવાથી હવે આ કાર્યક્રમ લાંબો ચાલશે કે કેમ અંગે કોઈ અંદાજો નથી. પરિણામ સ્વરૂપે ઈકેવાઇસી છે કરવું અત્યંત જરૂરી બન્યું છે. સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે તેમના દ્વારા જે પગલાં લેવામાં આવે તે લોકહિત માટેના હોય અને દરેક લોકોને યોગ્ય રીતે તેમનો હક મળતો રહે ભલે પછી કોઈપણ વ્યક્તિ કે લાભાર્થી દ્વારા ઈકેવાઇસી કરવામાં આવ્યું ન હોય.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/