સરપંચ કહે છે લાઈન ટેસ્ટિંગ ચાલુ છે
મોરબી : ગઈકાલે મોરબીના ભડિયાદ ગામમાં સાંજથી પાણીની લાઈન તૂટી જતા બેફામ પાણીનો વેડફાટ થયો હતો અને વગર વરસાદે પાણીના તલાવડા ભરાયા હતા.
મોરબીના ભડિયાદ રોડ ઉપર એન. જી. મહેતા મહેતા સ્કૂલ સામે રોડ ઉપર ગઈકાલે સાંજથી પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે. પાઇપલાઇન તૂટવાને કારણે પાણી વેડફાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે અને આજે અત્યારે પણ પાણીનો મોટા પાયે વ્યય થઈ રહયો છે.આ મામલે ભડિયાદ સરપંચને પૂછતાં પાણીની લાઈનનું ટેસ્ટિંગ ચાલુ હોવાનું જણાવ્યું હતું. જો કે મોટા પ્રમાણમાં હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી જતા આજુબાજુમાં પાણીના તલાવડા ભરાઈ જવા પામ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide