[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ: હાલ હળવદ તાલુકાના સુસવાવ ગામે ખેત મજૂરી કરતા પરિવારની માનસિક બીમાર મહિલા બાર દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગઈ હતી જોકે આ મહિલા આજે ટીકર નજીક આવેલ કચ્છના નાના રણમાંથી અગરિયા પરિવારને મળી આવી હતી.અને તપાસ બાદ તેના પરિવારજનોનો સંપર્ક થતા તેને સોંપવામાં આવી છે.
અંગ દઝાડતી ગરમીમાં શહેરની બજારમાં નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે ટીકર નજીક આવેલ ટીકરના વેરાન રણમાં એક મહિલા ઉઘાડા પગે ચાલીને જતી હોવાની રણમાં મીઠું પકવતા અગરિયાના ધ્યાને આવી હતી.જેથી તેને મહિલાની પૂછપરછ કરતા મહિલા માનસિક બીમાર હોવાનું સામે આવ્યું હતું.જેથી તેને પાણી પીવડાવી બેસાડી હળવદના કીડી ગામના લક્ષ્મણભાઈ રબારીનો સંપર્ક કર્યો હતો અને મહિલાને કીડી ગામ સુધી લઈ આવવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવની જાણ હળવદ બજરંગ દળના ભાવેશભાઈ ઠક્કર, કાર્તિકભાઇ ખત્રી,ધુળાભાઈ ઠાકોર સહિતનાઓને કરાતા તેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પરિવારજનોની શોધખોળ આદરી હતી.અને તપાસના અંતે આ મહિલા મૂળ પાવાગઢના અને હાલ હળવદ તાલુકાના સુસવાવ ગામે ખેતી કામ કરતા સુરેશભાઈના પત્ની ટીનાબેન હોવાનું સામે આવ્યું હતું.આ માનસિક બીમાર મહિલા ગત તારીખ 8 મે ના રોજ ઘરેથી નીકળી ગઈ હોય અને પરિવારજનો પણ શોધખોળ કરી રહ્યા હોય તેઓને સોંપવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide