માળીયા: બાઈકચોર ઝડપાતા મોરબી અને હળવદમાં વાહનચોરીની ફરિયાદ નોંધાઈ

0
48
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયા પોલીસે રીઢા ચોરના કબજામાંથી બે મોટર સાયકલ કબ્જે કર્યા હતા

મોરબી : માળીયા પોલીસે ઘાટીલા નજીક રણના રસ્તેથી પેરોલ ઉપર છૂટી મોટર સાયકલ ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી લેતા હળવદ અને મોરબીમાં બે અલગ અલગ વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે.

જેમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિષ્ણુનગર, કુબેરનગરની બાજુમા, નવલખી રોડ, મોરબી ખાતે રહેતા વિરલભાઈ નંદલાલભાઈ રામાનુજે આયુષ હોસ્પિટલ નજીકથી 20 હજારનું બાઈક ચોરવા મામલે
સુનીલભાઈ ભાવસીંગભાઈ નાયકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે હળવદ પોલીસ મથકમાં ટિકર રણ ગામે રહેતા સુરેશભાઇ ડાયાભાઇ હડીયલે પોતાનું 20 હજારની કિંમતનું બજાજ પ્લેટીના મોટરસાયકલ ચોરાવા મામલે સુનિલ નાયકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સુનિલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/