મોરબીમાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકો ને હાલાકી

0
95
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મોરબી : કતારમાં ઉભા રહ્યા વગર જે કામ ન થઈ શકે તેને સરકારી કામ કહેવાયતંત્ર સરકારી કામની આ વ્યાખ્યા બનાવી રહ્યું છે.લોકો નાના એવા કામ માટે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજુ ડીજીટલાઇઝેશનની વાતો તો ઘણી દૂર છે.
મોરબીમાં જન્મ-મરણના સામાન્ય એવા દાખલા કઢાવવાના કામમાં પણ લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. મોરબી સહિત રાજ્યભરમાં જન્મ મરણના દાખલાની કામગીરી સર્વરના ધાંધિયાને કારણે અટકી પડી છે. છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા કચેરીએ લોકો લાંબી કતારો લગાવીને બેસે છે.
પણ જન્મ મરણના દાખલાઓ નીકળતા નથી. જે દાખલા નીકળે છે તે પણ કલાકોમાં નીકળે છે. આજે પણ જન્મ મરણના દાખલા માટે લાંબી કતારો જોવા મળી રહી છે પરિણામે દૂર-દૂરથી આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં દરરોજ 60થી 70 જેટલા ટોકન આપવામાં આવે છે. જેને ટોકન મળે છે એવા લોકોને પણ દાખલા ન કાઢી આપવામાં આવતા હોવાની અરજદારો રાવ કરી રહ્યા છે.બીજી તરફ અનેક ગામડાના બહેનોની ડિલિવરી મોરબી શહેરની હોસ્પિટલોમા થઈ હોય, બાળકના જન્મનો દાખલો કઢાવવા માટે તેઓને ગામડેથી મોરબી નગરપાલિકા કચેરીએ આવવું પડે છે. ઘણા લોકોને 2થી ત્રણ ધક્કા ખાવા છતાં પણ કામ થઈ રહ્યું નથી. મોરબી જન્મ મરણ વિભાગના અધિકારીએ જણાવ્યું કે આખા ગુજરાતમાં સર્વરમાં સમસ્યા છે. એક દાખલો નીકળતા 10થી 15 મીનિટ જેટલો સમય લાગે છે. જો કે બીજી તરફ તેઓએ એવો દાવો કર્યો કે 100થી 150 જેટલા દાખલાઓ દરરોજ કાઢી આપવામાં આવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/