[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ રાજય સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનર અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી મોરબી સંચાલીત મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભ -૨૦૨૩ ગત ૧૭,૧૮ ડિસેમ્બર રવિવાર ના રોજ સાર્થક વિદ્યામંદિર મોરબી મુકામે યોજાયો હતો. જેમાં પુસ્તક પરબ મોરબીના ત્રણ સભ્યોએ ભાગ લીધો હતો જેમાં ગઝલ લેખનમાં કવિ જલરૂપ , કાવ્ય લેખનમાં જનાર્દનભાઈ દવે (‘ બ ‘વિભાગ ) તેમજ જાડેજા સત્યરાજસિંહે ( અ વિભાગમાં ) ભાગ લીધો હતો અને ત્રણેય સભ્યોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું જેથી ભવિષ્યમાં ત્રણેય મિત્રો પ્રદેશ કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide