બુટલેગર સહિત છ ઈસમોને પાસા તળે ડીટેઇન કરતી મોરબી એલસીબી ટીમ

0
146
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂના અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના કુખ્યાત બુટલેગર સહિત કુલ છ બુટલેગરોને પાસા હેઠળ ડિટેઇન કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી.પંડયાએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમોની અટકાયત કરવા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ કે.જે ચૌહાણ, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ધવલભાઇ ઉર્ફે શિવ બકુલભાઇ જેઠાલાલ વડનગરા ઉ.31 રહે. રાજકોટ,કિર્તિધામ સોસાયટી, શેરી નં.-1 ભવાનીચોક, દેવપરા મેઇનરોડ રાજકોટ વાળાને અગાઉ જુદાજુદા 14 કેસ હોય પાસા એકટ તળે ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/