અવનવા ફલોટ શહેરીજનોનું બન્યા આકર્ષણનું કેન્દ્ર ડીજે તેમજ બેન્ડ બાજાના તાલે ભાવિકો મનમુકીને રાસ-ગરબાનો લ્હાવો લીધો
હળવદ શહેરમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કૃષ્ણમય બન્યું છે. તેમજ ઠેરઠેર જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કાનાના જન્મને વધાવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરમાં વિહિપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો હર્ષભેર જાડાયા હતા અને ભકિતમય વાતાવરણના રંગમાં રંગાયા હતા.
આજરોજ શ્રાવણ વદ આઠમએ જન્માષ્ટમીનો પર્વ છે. જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહત્વ હોય છે ત્યારે દેશભરમાં આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરની સાથે સાથ ગ્રામ્ય વિસ્તારના પણ તમામ ગામોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મટકી ફોડ, શોભાયાત્રા, સમુહ પ્રસાદ સહિતના કાર્યક્રમોનું બહોળી સંખ્યામાં ભાવિકો જાડાઈને ધર્મલાભ લીધો છે. આ સાથે જ રાત્રીના ૧ર કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવશે. ત્યારે આજે શહેરના કણબીરા વિસ્તારથી આંબેડકર ચોક સુધી વિહિપ, બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ૧પ જેટલા ફલોટ શહેરીજનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગ પર ‘હાથી-ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી’ના નાદ ગુંજી ઉઠયા હતા. તેમજ શોભાયાત્રાની સાથે જ ડીજે, બેન્ડ બાજાના તાલે ભાવિકો મનમુકીને રાસ-ગરબાનો લ્હાવો લીધો હતો. આ સમગ્ર ભકિતમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું અને સમગ્ર શહેર નંદનમય બની ગયું છે અને આજે જન્માષ્ટમીની ભકિતભાવ તેમજ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide