બોટાદ: આત્મારામ પરમારે ગઢડા બેઠક પર અત્યાર સુધીમાં સૌથી વધુ જંગી સરસાઈ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો

0
36
/

બોટાદ: હાલ ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતિથી વિજય થયો છે, જે બેઠકો 2017માં કોંગ્રેસના હાથમાં હતી તે હવે 2020માં ભાજપના હાથમાં આવી ગઈ છે. કોંગ્રેસ આ આઠેય બેઠકોમાંથી એક પણ બેઠક જીતી શકી નથી. ત્યારે ગઢડા વિધાનસભા બેઠક ભાજપે કોંગ્રેસના હાથમાંથી ખેંચી લઈને ફરી ગઢડાને ભાજપનો ગઢ બનાવી દીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકી સામે 23295 મતની સરસાઇથી ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો જંગી બહુમતિથી વિજય થતાં, તેમણે આ બેઠક પર સૌથી વધુ વખત ઉમેદવારી વિજયની ડબલ હેટ્રીક અને અત્યાર સુધીની સૌથી વધુ લીડના વિજયનો નવો જ વિક્રમ પણ સ્થાપ્યો હતો.

10 અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ
તેમજ આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિત 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકી વચ્ચે જ સીધો જંગ હતો. આ બેઠક પર સરેરાશ 50.76 ટકા જેટલા નીચું મતદાન નોંધાયું હતું. જે ગત ચૂંટણીની સરખામણીએ 5.92 ટકા ઓછું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકીએ પરાજય સ્વિકાર્યો હતો. તમામ 10 અપક્ષ ઉમેદવારોની ડીપોઝિટ ડૂલ થઇ હતી. જેના કારણે આ બેઠક પર મતોનું ધૃવીકરણ થતું અટકી ગયું હતું. જયારે, પરિણામની આ જાહેરાત બાદ ભાજપના વિજેતા ઉમેદવાર આત્મારામ પરમારનું મત વિસ્તારનાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય વિજય સરઘસ પણ નિકળ્યું હતું.

આત્મારામ પરમારને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતાઓ
હાલ ગઢડા વિધાનસભા બેઠક પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી આત્મારામ પરમારનો વિજય થતાં તેમને હવે કેબિનેટમાં સ્થાન મળવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાની જેમ આત્મારામને પણ મંત્રી બનાવાય તેવી ચર્ચાઓ હાલમાં રાજકીય સુત્રોમાં ચર્ચાઈ રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/