બોટાદ: તાજેતરમા બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદ જિલ્લામાં કોરોનાના 12 કેસો પોઝીટીવ આવ્યા છે. જયારે શનિવારે જીલ્લાના 32 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
બોટાદ જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે. પોઝીટીવ કેસો શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પોતાનો પગપસેરો કરતા ગામડાના લોકોમા પણ ડરનો માહોલ છવાયો છે. જેમાં 12 જુલાઈ બાદ કોરોના પોઝીટીવ કેસોની સખ્યામાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જ્યાં 1 ઓગસ્ટના રોજ બોટાદ જીલ્લામાં 12 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. બોટાદ શહેરના તુરખા રોડ ઉપર 85 વર્ષીય પુરુષ તેમજ 62 વર્ષીય પુરુષ, ચકલાગેટ પાસે 60 વર્ષીય પુરુષ, પઠાણવાડીમાં 55 વર્ષીય મહિલા, સિટીઝીન શેરી નંબર 3માં 55 વર્ષીય પુરુષ, ગોકુલધામ સોસાયટીમાં 61 વર્ષીય પુરુષ અને 33 વર્ષીય પુરુષ, હનુમંત પુરીમાં 53 વર્ષીય પૂરુષ, ગાયત્રીનગર માં 42 વર્ષીય પુરુષ, ગઢડા રોડ ઉપર 62 વર્ષીય પુરુસ , પીપરડી ગામે 41 વર્ષીય મહિલા અને ગઢડાના સાળંગપરડા ગામે 60 વર્ષીય પુરુષ નો કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યાં પોઝીટીવ આવેલા તમમાં દર્દીઓને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ તબીબો દ્વારા તેઓને જરૂરી સારવાર શરુ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide