રાજકોટમાં પાંચ પાલિકા અને સાત પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે

0
7
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. 21 જાન્યુઆરી 2025થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકી છે. રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર- નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ઉપલેટા- 4, ડુમીયાણા – 13, પાનેલી મોટી – 1, જસદણની 1 -આંબરડી, 5- ભાડલા, જેતપુરની 15- પીઠડીયા, ગોંડલની 20- સુલતાનપુર તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચારસંહિતા સંદર્ભે સરકારી અધિકારીઓ/કર્મચારીઓની બદલી તેમ જ રજા પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલ તારીખ મુજબ તા. 21 જાન્યુઆરી ચૂંટણીની જાહેરાતોની તારીખ, તા. 27 જાન્યુઆરી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ, તા. 1 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, તા. 3 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ, તા. 4 ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ છે.

તા. 16 ફેબ્રુઆરીએ સવારના સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની તારીખ, તા. 17 ફેબ્રુઆરી જરૂર જણાય તો પુન: મતદાનની તારીખ, તા. 18 ફેબ્રુઆરી મત ગણતરીની તારીખ તથા તા. 21 ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ જાહેર કરાઈ છે. આ સંસ્થાઓના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આચારસંહિતાનું ચુસ્તપણે અમલ થાય તે માટે જે તે કચેરીઓને રાજ્ય ચૂંટણી આયોગે આચારસંહિતા સંબંધે આદેશ પણ જાહેર કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/