મોરબી: ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોની પડતર પ્રશ્ને મૌન રેલી યોજાઈ

0
38
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકોએ આજે પડતર પ્રશ્ને સરકારને ઢંઢોળવા મૌન રેલી યોજી હતી. મૌન રેલીમાં સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી 350 શિક્ષકોએ જોડાયને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવી, બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવી સહિતના પડતર પ્રશ્ને સરકારે વિધાનસભાની ચૂંટણીમાં ઉકેલ લાવવાની ખાતરી આપ્યા બાદ પણ આ માંગણીઓ ન સંતોષાતા ફરીથી નવામાં તબક્કાનું આંદોલન છેડવામાં આવ્યું છે. જેમાં રામધૂન, ધરણાં અને આવેદનપત્ર આપ્યા બાદ આજે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના વડપણ હેઠળ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના 350 જેટલા શિક્ષકો દ્વારા પડતર પ્રશ્ને નવા બસ સ્ટેન્ડથી ગાંધીચોક સુધી મૌનરેલી કાઢવામાં આવી હતી અને પડતર પ્રશ્ને સરકાર યોગ્ય ઉકેલ નહિ લાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/