મુખ્યમંત્રી દ્વારા દાતા ગોવિંદભાઈ વરમોરાનું સન્માન
મોરબી : હાલ સિદસર ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મંદિરના નવા કેમ્પસના નિર્માણમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓ અને દાનની રકમ જાહેર કરવામાં આવી હતી. જેમાં મોરબીના ઉદ્યોગપતિ આગેવાન ગોવિંદભાઈ વરમોરા દ્વારા રૂ. 25 લાખના અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી. આથી, મુખ્યમંત્રી દ્વારા તેમને સન્માનપત્ર અર્પણ કરી નવાજવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા તેમજ મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર ગોવિંદભાઈ વરમોરા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા દાતાઓ, ટ્રસ્ટીઓ અને આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભાવૃદ્ધિ કરી હતી.આ સમારોહમાં ઉમિયાધામના નવા કેમ્પસની ખાતમુહુર્ત વિધિ કરવામાં આવી હતી. આ તકે ઉમિયાધામના ટ્રસ્ટી જેરામભાઈ વાસજાળીયાએ મંદિર પરિસરના નિર્માણ કાર્યોના દાતાઓના નામ જાહેર કર્યા હતા. નવા કેમ્પસમાં મુખ્ય દાતા તરીકે રૂ. 5.11 કરોડનું દાન નોંધાવનાર સેવાભાવી અગ્રણી જીવણભાઈ ગોવાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
આ સાથે મોરબીના અગ્રણી ઉદ્યોગકાર અને લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા રૂ. 25 લાખ ઉમિયા મંદિર પરિસરના નિર્માણકાર્યમાં દાન આપનાર છે તથા રૂ. 35 લાખ તેમના રીલેટિવ અનુદાનમાં આપનાર છે. આમ, તેમના હસ્તે રૂ. 65 લાખની ધનરાશિનું યોગદાન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા તેમજ જીવણભાઈ ગોવાણી, મૌલેશભાઈ ઉકાણી, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઈ માકાસણા સહિતના દાતાઓનું મુખ્યમંત્રીએ સન્માન કરી અભિવાદન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પ્રસંગને સફળ બનાવવા માટે ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ અને તેમની ટીમ સહિત અનેક પાટીદારોએ જહેમત ઉઠાવવામાં આવતા પાટીદાર સમાજની સંગઠન શક્તિના દર્શન થયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide