મોરબી : મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા તાત્કાલિક 13 બોટલો બ્લડની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી હતી.
મોરબીના વાધરવા ગામે વસતા રાજદીપસિંહ જાડેજાને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઓપરેશન માટે રાત્રે “ઓ પોઝિટિવ” બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી. જેની જાણ તેમના પરિવારના સભ્યો દ્વારા યુવા આર્મી ગ્રુપને કરાતા યુવા આર્મી ગ્રુપ, મોરબીના સભ્યો દ્વારા રાત્રે જ બ્લડ ડોનેટ કરી 4 બોટલો બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તદુપરાંત, ગઈકાલે સરકારી હોસ્પિટલ માટે 7 બોટલો તથા ગોકુળ હોસ્પિટલમા સારવાર અર્થે આવેલ દર્દીઓ માટે 2 બોટલો બ્લડ મળીને 13 બોટલો બ્લડની વ્યવસ્થા યુવા આર્મી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. જે બદલ દર્દીના પરીજનો દ્વારા યુવા આર્મી ગ્રુપના સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો.
બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે કોઈની જરૂરીયાત સમયે રક્તદાન રુપી સેવાકાર્ય મા જોડાવા માટે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયા દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide