પંચમહાલ : મોરબીની સદ્દભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ અને મનુ પારિયા વિરૂદ્ધ પગલા લેવા આવેદનપત્ર અપાયું

0
202
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: અજયસિંહ ચૌહાણ] પંચમહાલ : મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું મૃત્યુ નિપજાવવાની ઘટના ના ગુજરાતભરમાંથી ઘેરા પ્રત્યાઘાત પડી રહયા છે. ઠેર ઠેર થી આવેદનપત્રો આપવામાં આવી રહયા છે.

ગુજરાતભરમાં ચકચાર જગાવનાર મોરબીના સદભાવના હોસ્પિટલના બેદરકાર ડૉક્ટરોના પ્રકરણમાં જયશ્રીબેન ને ન્યાય આપવાની રાષ્ટ્રવ્યાપી મુહિમમાં પંચમહાલ જિલ્લાના  ન્યાયપ્રિય નાગરિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આવાજ ઉઠાવ્યો હતો..
મોરબીમાં હાલમાં જ બનેલી ઘટનામાં મોરબીની ખાનગી હોસ્પિટલ સદભાવના દ્વારા પોતાની પાસે વેન્ટિલેટર ની સુવિધા ન હોવાની વાત પરિવારજનો પાસે છુપાવી અને રૂપિયા પડાવવા માટેના હેતુથી દર્દીને વગર વેન્ટિલેટર દાખલ કરવાનું જોખમ લીધું હતું. જ્યારે જયશ્રીબેન ને વેન્ટિલેટર ની જરૂર પડી ત્યારે છેલ્લી ઘડીએ ડોક્ટરોએ વેન્ટિલેટર ન હોવાની વાત કરી દર્દીનો જિંદગી અને મોતનો વચ્ચેનો કીમતી સમય વેડફી નાખ્યો.. જેથી દરદી અન્ય હોસ્પિટલમાં દાખલ. થાય તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા.. આમ વગર વેન્ટિલેટર કાર્યરત આવા કોવીડ સેન્ટર ના લાઇસન્સ કેમ મેળવી લે છે? આ બાબતે જવાબદાર અધિકારીઓ પર તથા દરદીની સારવારમાં બેદરકાર રહેતા ડોક્ટરો પર હવે સરકાર સખ્ત થાય તેમજ અન્ય નિર્દોશ નાગરિકો આવા બેદરકાર ડૉક્ટરોના ભોગ ના બને તે માટે પંચમહાલના ન્યાયપ્રિય નાગરિકો ચૌહાણ અજયસિંહ બળવંતસિંહ સંજયકુમાર મહેન્દ્રભાઈ પ્રહલાદ કુમાર રમણસિંહ યોગેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી

(સદભાવના હોસ્પિટલના ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા અને ડો. મનુ પારિયા ની બેદરકારીથી અવસાન પામેલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવારના મોભી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટી)

શું છે ફરિયાદ? …

એક પતિ પાસેથી પત્ની અને ત્રણ બાળકો પાસેથી માતાની છત્રછાયા છીનવી લેનાર આ નરાધમ ડોક્ટરો વિરુદ્ધ ફરજમાં બેદરકારી દાખવવા અંગેની ફરિયાદમાં જણાવ્યું છે કે…

જયશ્રીબેન કિશનભાઈ બુદ્ધભટ્ટી નો ગત તારીખ ૬-૮-૨૦૨૦  ના રોજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવતા સાંજે જ મોરબીની જેલ રોડ પર  ટેલીફોન એક્ષચેન્જની સામે આવેલ  સદભાવના હોસ્પિટલમાં ડોક્ટર જયેશ પટેલ અને ડો.મનુ પારીયાની દેખરેખ હેઠળ દાખલ કરેલ  ત્યારે જ ડોક્ટર જયેશ પટેલ અને  ડો. મનુ પારીયાએ હોસ્પિટલમાં  કોવીડ-૧૯ સેન્ટર ચલાવવા માટે જરૂરી સાધનો ન હોવાની વાત દર્દી જયશ્રીબેનના સ્વજનો પાસે  છુપાવી ગંભીર   ભૂલ અને બેદરકારી દાખવી  હતી જેના બાદમાં  ફોન રેકોર્ડિંગ પુરાવાઓ મળી ચૂક્યા છે

તા.૮-૮-૨૦૨૦ ના રોજ જ્યારે જયશ્રીબેન ને સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેની સૌપ્રથમ ફોન પર તેના નાના પુત્રને ખબર થતા મોટા પુત્ર રાધેશે તુરંત જઈ ખબર પૂછતાં ડોક્ટર જયેશ પટેલ કે મનુ પારીયા તપાસવા પણ આવેલ ના હોવાનું માલુમ થતા ડો. મનુ પારિયાને તુરંત જાણ પણ કરેલ પરંતુ ગેસની તકલીફ છે તેવું બહાનું કાઢી બધું જ બરાબર છે તેવી ખોટી માહિતી અને આશ્વાસન જ માત્ર આપેલ હતું

બાદમાં બપોરે ૧ વાગ્યાથી દર્દીને તકલીફ વધી જતા અંતે ડોક્ટરોએ તસ્દી લીધી હતી !! આ ડોક્ટરો સવારથીજ જયશ્રીબેનની હાલત વિષે જાણતા હતા છતાં પણ દર્દીના સ્વજનોને બપોરે છેટ ૨:૩૦ વાગ્યે જાણ કરે છે અને નફ્ફટો કહે છે કે હવે અમારા હાથની વાત નથી કેસ રીફર કરવો જોશે!! ત્યારે સવાલ એ છે કે જો તેમના હાથની જ વાત ન હતી તો દર્દીને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા સતત ૪ કલાક મરવા માટે કેમ ગોંધી રાખ્યું? આ પાછળનો શું સ્વાર્થ હતો?

અંતે બપોરે અઢી વાગ્યે ડો. મનુ પારીયા દર્દીના સ્વજનોને ફોન પર નફ્ટાઈ પૂર્વક જાણ કરે છે કે દર્દી માટે જરૂરી વેન્ટિલેટર અમારી પાસે નથી!! (જેનું કોલ રેકોર્ડિંગ પણ છે) હવે દર્દીને બીજે લઇ જાવ તો શું આ બેદરકારી ના કહેવાય? શું આ છેતરપિંડી નથી? દર્દીના સ્વજનો જ્યારે હોસ્પિટલે પહોંચે છે ત્યારે ત્યાં એમ્બ્યુલન્સ પણ ઉભી હતી છતાં દર્દીને કેમ રોકી રખાયું? તેનો જવાબ પણ ગળે ન ઉતરે તેવો આપતા ડોક્ટરો જણાવે છે કે તે એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર ની સુવિધા ન્હોતી!!

ગત તારીખ ૬-૮-૨૦૨૦  ના રોજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવતા સાંજે જ મોરબીની જેલ રોડ પર  ટેલીફોન એક્ષચેન્જની સામે આવેલ  સદભાવના હોસ્પિટલમાં ડોક્ટર જયેશ પટેલ અને ડો.મનુ પારીયાની દેખરેખ હેઠળ દાખલ કરેલ  ત્યારે જ ડોક્ટર જયેશ પટેલ અને  ડો. મનુ પારીયાએ હોસ્પિટલમાં  કોવીડ-૧૯ સેન્ટર ચલાવવા માટે જરૂરી સાધનો ન હોવાની વાત દર્દી જયશ્રીબેનના સ્વજનો પાસે  છુપાવી ગંભીર   ભૂલ અને બેદરકારી દાખવી  હતી જેના બાદમાં  ફોન રેકોર્ડિંગ પુરાવાઓ મળી ચૂક્યા છે

તા.૮-૮-૨૦૨૦ ના રોજ જ્યારે જયશ્રીબેન ને સવારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેની સૌપ્રથમ ફોન પર તેના નાના પુત્રને ખબર થતા મોટા પુત્ર રાધેશે તુરંત જઈ ખબર પૂછતાં ડોક્ટર જયેશ પટેલ કે મનુ પારીયા તપાસવા પણ આવેલ ના હોવાનું માલુમ થતા ડો. મનુ પારિયાને તુરંત જાણ પણ કરેલ પરંતુ ગેસની તકલીફ છે તેવું બહાનું કાઢી બધું જ બરાબર છે તેવી ખોટી માહિતી અને આશ્વાસન જ માત્ર આપેલ હતું

બાદમાં બપોરે ૧ વાગ્યાથી દર્દીને તકલીફ વધી જતા અંતે ડોક્ટરોએ તસ્દી લીધી હતી !! આ ડોક્ટરો સવારથીજ જયશ્રીબેનની હાલત વિષે જાણતા હતા છતાં પણ દર્દીના સ્વજનોને બપોરે છેટ ૨:૩૦ વાગ્યે જાણ કરે છે અને નફ્ફટો કહે છે કે હવે અમારા હાથની વાત નથી કેસ રીફર કરવો જોશે!! ત્યારે સવાલ એ છે કે જો તેમના હાથની જ વાત ન હતી તો દર્દીને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાવા સતત ૪ કલાક મરવા માટે કેમ ગોંધી રાખ્યું? આ પાછળનો શું સ્વાર્થ હતો?

અંતે બપોરે અઢી વાગ્યે ડો. મનુ પારીયા દર્દીના સ્વજનોને ફોન પર નફ્ટાઈ પૂર્વક જાણ કરે છે કે દર્દી માટે જરૂરી વેન્ટિલેટર અમારી પાસે નથી!! (જેનું કોલ રેકોર્ડિંગ પણ છે) હવે દર્દીને બીજે લઇ જાવ તો શું આ બેદરકારી ના કહેવાય? શું આ છેતરપિંડી નથી? દર્દીના સ્વજનો જ્યારે હોસ્પિટલે પહોંચે છે ત્યારે ત્યાં એમ્બ્યુલન્સ પણ ઉભી હતી છતાં દર્દીને કેમ રોકી રખાયું? તેનો જવાબ પણ ગળે ન ઉતરે તેવો આપતા ડોક્ટરો જણાવે છે કે તે એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર ની સુવિધા ન્હોતી!!

અંતે એક ખાનગી એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી તેની સાથે અન્ય એક વ્યક્તિને લઈને આવે છે અને તેમાં જયશ્રીબેનને રાજકોટ સિવિલ ખાતે લઇ જવા માટે વ્યવસ્થા કરે છે જે બાદમાં ખબર પડે છે કે એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી ના મોબાઈલ નંબર તો પહેલાથીજ સદભાવના હોસ્પિટલ ના આ બંને ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પરીયા પાસે હતા (જેનો પુરાવો કુલદીપ ગઢવી સાથે થયેલ ફોન પર વાતચીતના રેકોર્ડિંગમા પણ છે) તો પછી દર્દીના સ્વજનો આવે તેની રાહ શુકામ જોવાઈ? શું દર્દી જયશ્રીબેન સદભાવના હોસ્પિટલમાજ અવસાન પામેલ હતા? અને એક નાટક કરવા જ માત્ર એમ્બ્યુલન્સ મંગાવાઈ હતી?

અંતે દર્દી જયશ્રીબેન રાજકોટ પહોંચે અને જરૂરી સારવાર મેળવે તે પહેલાજ રસ્તામાં અવસાન પામેલ હોવાની માહિતી છેટ રાજકોટ સિવિલ ના કમ્પાઉન્ડ માં એમ્બ્યુલન્સ ઉભી રાખી કુલદીપ ગઢવી દ્વારા આપવામાં આવે છે.અને જો રાજકોટ બોડી નું પી.એમ કરાવશો તો છેટ રાજકોટ ધક્કા ખાવા પડશે તેવું એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી જણાવે છે તે પણ આ વાતમા કઈક ગોટાળો હોય તેવું શંકાસ્પદ લાગે છે

પોતાની ઘોર બેદરકારી છુપાવવા આ બંને ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારીયા એ એમ્બ્યુલન્સ ચાલક કુલદીપ ગઢવી પાસે દર્દી રસ્તામાં જ ગુજરી ગયા છે તેવું કહેડાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે અને ઘટના બાદ જયશ્રીબેનના મોટા પુત્ર રાધેશે ડો. જયેશ પટેલ પાસે રૂબરૂ જઈ સારવાર ના તમામ CCTV ફૂટેજની માંગણી કરતા ડોક્ટરો પહેલા ગલ્લા-તલ્લા કરવા લાગેલ હતા અને પછી રેલો આવશે તેવું જણાતા અમે પોલીસને આપીશું તેવું જણાવે છે. આથી પોલીસ દ્વારા તાત્કાલિક FIR નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/