મોરબી : તાજેતરમા કેન્દ્ર સરકારે આજે સાંજે અનલોક 5ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જેમાં ખાસ તો 15 ઓક્ટોબરથી 50% કેપેસિટી સાથે સિનેમા, થિએટર અને મલ્ટિપ્લેક્સને ખોલવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે પણ અનેક છૂટ અપાઈ છે. જેની વિગતો નીચે મુજબ છે.
-
સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિએટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે ખોલવાની છૂટ
-
ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે
-
બિઝનેસ એક્ઝિબિશનને વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન અપાશે મંજૂરી
-
મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે
-
સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકારને નિર્ણય લેવાની છૂટ
-
સ્કૂલો ખૂલ્યા બાદ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી
-
ઓનલાઈન-ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવાની હિમાયત
-
વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ- કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે
-
પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 15મી પછી લેબ/પ્રયોગકાર્યને મંજૂરી
-
કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે
-
બંધ હોલમાં બેઠક ક્ષમતાના મહત્તમ 50% અને વધુમાં વધુ 200 લોકોને મંજૂરી અપાશે. માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-થર્મલ સ્ક્રીનિંગ-હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે
-
કોમર્શિયલ ધોરણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધિત
-
મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળો બંધ રહેશે
-
31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો ચુસ્ત અમલ જારી
-
રાજ્ય સરકારો કન્ટેન્મેન્ટ ઝોન બહાર કોઈ લોકડાઉનનો અમલ નહીં કરી શકે
-
આંતરરાજ્ય તથા રાજ્યની અંદરના પરિવહન પર કોઈ રોકટોક નહીં
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide