મોરબીમાં સિરામિક ક્ષેત્રે પ્રથમ વખત 1200 × 1800 mm ડબલચાર્જ ટાઇલ્સ લોન્ચ થઈ

0
389
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : સિરામિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં મોરબીનો ડંકો વાગી રહ્યો છે ત્યારે મોરબીની સેગા ગ્રેનિટો દ્વારા ડબલ ચાર્જ ટાઇલ્સ કેટેગરીમાં પ્રથમ વખત જ 1200 × 1800 mm સાઈઝની જમ્બો ટાઇલ્સનું ઉત્પાદન કરી ઇતિહાસ સર્જ્યો છે.

તાજેતરમાં જ મોરબીની સેગા ગ્રેનિટો ફેકટરીના ડાયરેકટર નિલેશભાઈ ઘોડાસરા અને રામજીભાઈ ઘોડાસરાના હસ્તે વિશાળ કદની પોલીસ્ડ વિટ્રીફાઈડ સ્લેબ કેટેગરીની વિશાળ સાઈઝની ડબલ ચાર્જ ટાઇલ્સનું લોન્ચિંગ કર્યું છે.વધુ માં માહિતી આપતા સેગા ગ્રેનિટોના ડાયરેકટર અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ પોતાના નવીનતમ ઉત્પાદન અંગે જણાવ્યું હતું કે, પોલીસ્ડ વિટ્રીફાઈડ સ્લેબ કેટેગરીમા તેમની સેગા ટાઇલ્સ દ્વારા સમગ્ર ભારતના પ્રથમ કહી શકાય તેવી 1200 × 1800 mmની વિશાળ સાઈઝની ટાઇલ્સ માર્કેટમાં લોન્ચ કરી છે, ખાસ ઇટલીની આધુનિક મશીનરીમાં ઉત્પાદિત કરવામાં આવેલ આ ટાઇલ્સ, ડબલ ચાર્જ કેટેગરીમાં સૌથી મોટી સાઈઝમાં તેમજ વિવિધ કલર ડિઝાઇનમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

હાલમાં સેગા ગ્રેનિટો દ્વારા MARBLEX સિરીઝ હેઠળ આ નવીનતમ પ્રકારની ડબલ ચાર્જ જમ્બો સાઈઝ ટાઇલ્સના વિવિધ વેરિયન્ટનું મહાનુભાવોની પ્રેરક હાજરીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને હજુ પણ સેગા ટાઇલ્સના ડિરેકટર દીપેશભાઈ ઘોડાસરા અને તુષારભાઈ વિડજા સહિતની ડિરેક્ટરોની ટીમ આવા અદભૂત ઇનોવેશન માટે સજ્જ હોવાનું વિનોદભાઈ ભાડજાએ અંતમાં જણાવ્યુ હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/