મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન સવારે 5 થી 1 અને સાંજે 4-30 થી રાત્રે 9 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારે 5-30 કલાકે અને સાંજે 7 કલાકે મંદિરે આરતી થશે. ચૈત્રી નવરાત્રિમાં દરરોજ સાંજે 4-30 થી 6-30 સુધી માતાજીના પાઠ, ગરબા, ધુન કરવામાં આવશે. તો ચૈત્રી નવરાત્રિ દરમિયાન શક્તિ સ્વરૂપા માતાજીની સાધના તથા દર્શન કરવા માટે પુજારી હેમંતગીરી તરફથી સૌને હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide