ચકચારી મમૂદાઢી હત્યા કેસમાં ફરાર ૪ આરોપીઓ વિરુદ્ધ હાજર થવા સ્પેશ્યલ કોર્ટનું તેડુ

0
341
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: રાત્રીના સાડા આઠેક વાગ્યાના સમયગાળા દરમિયાન શનાળા બાયપાસ રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગની ઘટના પ્રકાશમાં આવી હતી જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ કરી મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણી (રહે. મોરબી ખાટકીવાસ) ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.

આ કેસમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત ૧૩ આરોપીઓ સામે એ ડિવીઝન પોલીસ મથક માં આઇ.પી.સી. કલમ-૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦બી, ૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧બી) એ, ૨૭ તથા જી.પી.એ. કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધાયો હતો. આ કેસની તપાસમાં ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ ૨૦૧૫ ની કલમ ૩(૧), ૩(૨), ૩(૪) મુજબનો ઉમેરો કરવામા આવેલ છે અને તપાસ દરમ્યાન ૧૮ આરોપીઓના નામો ખુલ્યા હતાં જેમા ૧૪ આરોપીઓની ધરપકડ કરી તમામને અલગ અલગ જેલ હવાલે કરાયા હતા. આ ઉપરાંત આ હત્યા કેસના આરોપીઓ આરીફ ગુલમામદભાઇ ધોળા (રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી), મકસુદભાઇ ગફુરભાઇ સમા (રહે. મોરબી કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી), કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા/કુરેશી (રહે. વજેપર, મતવા વાસ) અને હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર/ફકીર (રહે. વજેપર મેઇનરોડ, દરગાહ પાસે, મોરબી) આ કેસમાં નાસ્તા ફરતા હોય જેને કોર્ટમાંથી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવવામા આવેલ છે. તેમ છતાં આ આરોપીઓ પોતાની ઘરપકડ ટાળવા સારૂ ગુન્હાના કામે ફરાર થયેલ છે અથવા વોરંટ પોતાના પર બજે નહી એટલા માટે સંતાતા ફરે છે.વધુમાં આ ચારેય આરોપીઓને હાજર થવા સારૂ મે. સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા સી.આર.પી.સી કલમ ૮૨ મુજબનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરી આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા કોર્ટ સમક્ષ હાજર થવા કલમ ૮૨ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/