હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સ્થાનિકોએ ચક્કાજામ હટાવી લીધો છે. જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
હળવદના સરા રોડ ઉપર વોર્ડ નં.5માં આવેલ હરીનગર સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા દ્વારા અપાતાં પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોવાની સમસ્યા છે. આ મામલે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ નિરાકરણ ન આવ્યું હોવાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ સવારે સરા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. પરિણામે પાલિકાએ મશીનરી અને ટેન્કરો મંગાવી અને કામ શરૂ કરી દેતા મામલો થાળે પડ્યો છે. સ્થાનિકોએ અંદાજે એક કલાક બાદ ચક્કાજામ હટાવી લીધો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide