ચરાડવા ગામે બેંકના કર્મચારીઓનું ગ્રાહક સાથે ગેરવર્તન, જુઓ VIDEO

0
314
/
વાયરલ વિડીયો ચરાડવા SBI બેન્કનો હોવાની ચર્ચા

હળવદ : બેંકના કર્મચારીઓ ગ્રાહકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનું અનેકવાર સામે આવતું હોય છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ બેંકમાં જોવા મળ્યો છે. જેમાં બેંકનો કેશિયર અને મેનેજર ગ્રાહકને રીતસરના તતડાવતા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જો કે આ વિડીયો ચરડવા એસબીઆઇ બેન્કનો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાનાં ચરાડવા ગામે ગઈકાલે એક ગ્રાહક કોઈ કામ સબબ બેંકમાં ગયા હતા. જ્યાં બેંકના કર્મચારીઓ ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી મારા-મારી કરતા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સાથે જ અમુક બેંકના કર્મચારીઓ ‘ધોકો લાવો ધોકો’ તેવું પણ બુમ બરાડા પાડી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળવા મળી રહ્યું છે. આ વાયરલ થઇ રહેલ વિડીયો હળવદ તાલુકાનાં ચરાડવા ગામે આવેલ એસબીઆઈ બેંકનો હોવાનું ચર્ચાઈ રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/