એલસીબીએ જુગારધામ ઝડપીને રોકડા રૂ. 6.01 લાખ સહિત કુલ રૂ. 26.58 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી : તાજેતરમા મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની સફળતા મળી હતી. એલસીબીએ વાડીની ઓરડીમાં જુગાર રમતા 12 શખ્સોને રોકડા રૂ. 6.01 લાખ સહિત કુલ રૂ. 26.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સૂચનાના આધારે એલસીબી સ્ટાફના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે બાતમી મળી હતી કે હળવદના ચરાડવા ગામે અનિલભાઈ હરિભાઈ સંતોકીની વાડીની ઓરડીમાં જુગારધામ ચાલે છે. આ પ્રકારની બાતમી મળતા એલસીબીએ ચરાડવા ગામે વાડીની ઓરડીમાં દોરડો પાડ્યો હતો અને ત્યાં જુગાર રમતા અનિલભાઈ હરિભાઈ સંતોકી, હિરેનભાઈ જગદીશભાઈ દવે, ભાવિનભાઈ જગદીશભાઈ માકાસણા, દેવજીભાઈ કાળુંભાઈ ગોરીયા, મનસુખભાઇ રતિલાલભાઈ સનારીયા, જ્યંતીભાઈ પોપટભાઈ પરેજીયા, નિજામભાઈ કરીમભાઈ જેડા, રમેશભાઈ ચતુરભાઈ માકાસણા, નિજામભાઈ ગફુરભાઈ મોવર, તાજમહમદ આમદભાઈ મોવર, સુરેશભાઈ ગોરધનભાઈ ચાવડા, વિજયભાઈ છગનભાઇ માકાસણાને રૂ. 6.01 લાખ રોકડા, 16 મોબાઈલ, 5 કાર સહિત કુલ રૂ.26.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide