મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ યોજના હેઠળ સહાય અર્પણ કરાશે

0
139
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવશે.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરીના જણાવ્યા અનુસાર, આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય અર્પણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ૧૬૭ વિદ્યાર્થિનીઓને ૭,૦૭,૫૭૯ના ખર્ચે સાયકલ આપવામાં આવશે.

કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત ૪૧ લાભાર્થીઓને ૪,૫૮,૦૦૦ સહાય આપવામાં આવનાર છે જ્યારે માનવ ગરીમા યોજના અંતર્ગત નાના ધંધા કે વ્યવસાય માટે સાધન સહાય રૂપે ૧,૭૨,૧૪૯ ના ખર્ચે ૧૬ લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. આમ, ગરીબ કલ્યાણ મેળામાં સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા ૨૨૪ લાભાર્થીઓને ૧૩,૩૭,૭૨૮ના ખર્ચે વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીના આર.આર. શાહની યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/