[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીમાં એસએમસીએ પાડેલા દરોડા બાદ કોલસાના કાળા કારોબારમાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ ડીજીપીએ તપાસ એસએમસીને જ સોપી છે.
મોરબી – કચ્છ હાઇવે ઉપર કિંમતી કોલસો કાઢી બાદમાં વેસ્ટેજ કોલસો ભેળવી દઈ કરવામાં આવતા કોલસાના કાળા કારોબાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોડીરાત્રે દરોડો પાડી 12 કલાકથી વધુ સમય સુધીની તપાસના અંતે મોરબી, જામનગર અને પરપ્રાંતીય 12 શખ્સને ઝડપી લઈ બે ટ્રક ટ્રેઇલર, બે લોડર, એક હિટાચી, કોલસો તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,57,13,175નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી કોલસા ચોરીના કાળા કારોબારમાં સંડોવાયેલ રાજકોટ, જામનગર અને કચ્છના આઠ આરોપીઓને ફરાર દર્શાવ્યા છે.
એસએમસી દ્વારા પેટ કોક કોલસા ચોરી અંગેનો ગુનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ડીજીપી ગુનાની તપાસ એસએમસીને સોંપેલ અને એસએમસી દ્વારા આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા તા.13/12/ 2024 સુધીના દિવસ 6ના રિમાન્ડ મંજુર થતા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide