માળિયા નવલખી પોર્ટ પર અન્યનો કોલસો ચોરી કરવાની કોસિસ કરી એક વ્યક્તિને ગાળો આપી બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર ટ્વીન ટાવરમાં રહેતા અજયભાઈ છેદીલાલ જયસ્વાલ (ઉ.૩૫) એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રામદેવસિંહ સુરુભા ઝાલા રહે-મોટા દહીંસરાએ પોતાની ગાડી જીજે ૦૩ બીટી ૭૧૮૩ વાળી આરોપી ડ્રાઈવર સાથે મોકલી કોઈ પણ જાતની કાયદેસરની કોલસા લોડીંગની સ્લીપ નહિ મેળવી ડ્રાઈવરને નવલખી પોર્ટમાં કોલસો ભરવા મોકલી અને પોર્ટ પર પ્લોટ ૩ માં રાખેલ કોલસો ચોરી કરવાની કોશીસ કરી સાહેદ વિરમભાઇને ભૂંડાબોલી ગાળો આપી અને ગાળો આપવાની નાં પાડતા બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
