ઠંડી 4 ડિસેમ્બર બાદ થીજાવી દેશે : હવામાન વિભાગ

0
150
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ ચોમાસામાં પડેલા ભારે વરસાદને લઈને અનુભવી ખેડૂતો અને હવામાન તજજ્ઞો ઑણ સાલ વધુ ઠંડી પડવાની આગાહીઓ કરતા હતા એ દરમ્યાન હવામાન વિભાગની પણ ઠંડીને લઈને આગાહી સામે આવી છે.

ઉત્તર ભારતમાં મોસમની પ્રથમ બરફ વર્ષા શરૂ થયા બાદ હવે ઉત્તરીય પવનો શરૂ થતાં જ ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગઈ કાલે કચ્છના નલિયામાં સૌથી ઓછું ૧૪ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જેની વ્યાપક અસર મોરબી જિલ્લા સુધી વર્તાઈ હતી. વહેલી સવારે ઝાકળ તો બપોરે થોડી ગરમીની બેવડી ઋતુનો અનુભવ કરતા મોરબીવાસીઓ માટે ઠંડી હવે દરવાજે આવીને ઉભી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં ૪ ડિસેમ્બર સુધીમાં તાપમાનનો પારો ૧૨ ડીગ્રી સુધી ગગડી જશે. જો કે એ પૂર્વે ૧૮ નવેમ્બરથી જ ઠંડી પડવાની શરૂઆત થઈ જશે જે જાન્યુઆરી માસના અંત સુધીમાં તેની ચરમસીમા પર પહોંચશે. ખાસ કરીને કચ્છના નલિયા અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પારો ૫ ડીગ્રી સુધી નીચો જવાની હવામાન વિભાગે આગાહી પણ કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/