મોરબી ટીંબડી ગામે રહેણાંક હેતુ માટે થયેલ બિનખેતી જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકી દેવાની પેરવીની અરજી રદ્દ કરવા કલેકટર કચેરી પહોંચી વાંધા અરજી
ટીંબડી ગામના અરજદારે કલેકટર કચેરીના દરવાજા ખખડાવી ગ્રામ પંચાયતે આપેલી ખોટી મંજૂરી કોમર્શિયલ બાંધકામ સામે વાંધા અરજી કરાતા ખળભળાટ મચી ગયો
મોરબી જીલ્લામાં જમીન કૌભાંડીઓ જાણે માજા મૂકી હોય તેમ થોડા થોડા દિવસે કંઈકને જમીન કૌભાડ બહાર આવ્યા કરે છે મોરબી જીલો જમીન કૌભાડીઓ જાણે ખુલ્લું મેદાન હોય તેમ કૌભાંડ આચરી રહ્યા છે!
મોરબી તાલુકાના ટીંબડી ગામના સર્વે નં. ૬ પૈકી વાળી જમીન રહેણાંક હેતુની બીનખેતી હુકમ વાળી જમીન કોર્મશીયલ હેતુ માટે ફેરવવા માટે આવેલ અરજી સામે વાંઘા અરજી
સામાવાળા કિરીટભાઈ શીવલાલ અંદરપા તથા મહાદેવજીભાઈ મુળજીભાઈ સાદરીયા તા. ૨૧/૭/૨૫ વાળી અરજી સામે વાંધા અરજી
ટીંબડી ગામના રહીશે મોરબી જિલા કલેકટર ને ટીંબડી ગામના સર્વે નંબર 6 પર થયેલ કેરકાયદે કોમર્શિયલ બાંધકામ સામે વાંધા અરજી કરી જે જેમાં જન્મવા આવ્યું છે કે.
એક અમો નીચે સહી કરનારની આપ સાહેબને અજર કરવાની કે, અમોની આ વાંધા અરજીની હકિકત એવી છે કે આ કામના સામાવાળા શ્રી કિરીટભાઈ શીવલાલ અંદરપા તથા મહાદેવભાઈ મુળજીભાઈ સાદરીયા એ આપ નામદાર પાસે રહેણાંક હેતુની જગ્યા હેતુફેર માટે આપને અરજી કરેલ છે. જે જગ્યા હાલે કોર્મશીયલ હેતુ માટે વપરાય છે અને હાલે પણ આ જગ્યા ઉપર કોર્મશીયલ પ્રકારનું બાંધકામ ઉભુ છે. તે બાબતે અમોએ આપ નામદાર પાસે ગત તા. ૦૪-૧૦-૨૦૨૪ નાં રોજ હેતુફેર શરતભંગ કેસ નં. ૧ – ૨૪ થી આ બાબતેનો બીનખેતી હેતુફેર અંગેનો શરત ભંગનો કેસ આપ નામદાર ધ્વારા આદેશ અને હુકમ થયેલ છે જેથી આ જગ્યા રહેણાંકની હોય કોર્મશીયલમાં ફેરવ્યા વગર, પરવાનગી વગર કોર્મશીયલનો વપરાશ થતો હોય અને ગ્રામ પંચાયત કચેરી ટીંબકી ધ્વારા ખોટી મંજુરી આપવામાં આવેલ હોય તે બાબતેનું સ્પષ્ટ રીતે રેકર્ક આપ નામદાર સમક્ષ શરત ભંગ કેસની અંદર તમામ પુરાવાઓ રજુ થયેલ છે તેમજ મામલતદારશ્રી મોરબી પ્રાંત અધિકારીશ્રી મોરબી તાલુકા વિકાસ અધિકારશ્રી મોરબીના અભિપ્રાયો આ શરતભંગના કેસના કામે રજૂ થયેલ છે.
ઉપરોકત સામાવાળાઓએ આ શરતભંગ કેસમાં કોઈ સહકાર આપેલ નથી મુદતે હાજર રહેલ નથી. તેમજ આપ નાયદારનો હુકમ ધ્યાનમાં લેવામાં આવે આપનાં હુકમમાં કરવામાં આવેલ આદેશનું પાલન અને ગ્રામ પંચાયત કચેરી- ટીંબડી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. બીનખેતી હુકમ રહેલાંકનો હોય હાલે કોર્મશીયલ હેતુ માટે હેતુફેર માટેની અરજી રદ કરવા દફતરે કરવા તેમજ આ કામના સામાવાળાઓએ શરત ભંગ કેસની અંદર જે જે શરતોનો ભંગ કરેલ છે તે તે શરતો સામે આપનો હુકમ થયેલ છે. જેથી આ કામના સામાવાળાની અરજી તદ્દન કાયદા વિરૂધ્ધની છે. જેથી આ અરજી સામે અમારો લેખિત વાંધો છે.
અમારી વાંધા – અરજી ધ્યાનમાં લઈ આ કામના સામાવાળાની અરજી અંગે ન્યાયીક હુકમ ફરમાવવામાં આવે મહેસુલી કાયદાની જોગવાઈ મુજબ અમારી અરજી ધ્યાનમાં લઈ અમારા અરજી સામેના વાંધાઓ તથા પુરાવાઓ ધ્યાનમાં લેવા અરજ છે.
હવે જોવાનું રહ્યું કે આ બાંધકામ સામે કલેકટર લાલ આંખ કરી કોમર્શિયલ બાંધકામ દૂર કરે છે કે કેમ?
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide