મોરબી: ગુજરાતની સૌથી ઊંચી, હનુમાનજી મહારાજની 108 ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા ખોખરા હનુમાન હરિહરધામ બેલા તા. મોરબી મુકામે નિર્માણ પામેલ છે.પ્રતિમાના અનાવરણ અવસર પર મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પ.પૂ. માઁ કનકેશ્વરીદેવીજીના શ્રી મુખે તા. 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધી શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે..શ્રી રામકથાના શુભારંભે તા.08.03 ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે. કથા પ્રારંભે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ પધારશે.
શ્રી રામકથા દરમિયાન અનેક સંતો-મહંતો, અનેક રાજદ્વારી મહેમાનો-મહાનુભાવો પધારશે સાથે સાથે લગભગ રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની અદભુત કલા પીરસસે. રામકથાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેના તૈયારીની નિરિક્ષણ કથાના મુખ્ય યજમાન અજયભાઈ લોરિયા,મંત્રી બ્રિજેશ મેરજા સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide