વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રોડ રસ્તા, રાતી દેવળીનો એક વર્ષથી વધુ સમયથી તૂટેલો પુલ, સિંધાવદરનો ડેમેજ પુલ, પીજીવીસીએલના પ્રશ્નો, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયાના પ્રશ્નો, રેઢિયાળ ઢોર અને જંગલી પશુઓ, ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરનો ત્રાસ, દારૂનું દૂષણ સહિતની સમસ્યાઓ બાબતે રજૂઆત કરવામાં આવી. વિશેષમાં જડેશ્વર રોડ અને અમરસર રોડના નબળા કામ બાબતે પણ રજૂઆતો કરવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide