ગૃહમંત્રી રાજીનામુ આપે અથવા માફી માગે : કોંગ્રેસની માંગણી

0
97
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.

આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ડો.બાબા સાહેબ આંબેડકર એક વ્યક્તિ નહિ વિચાર છે. ત્યારે આવા મહાપુરુષ વિશે દેશના સર્વોચ્ચ ગૃહની અંદર ટિપ્પણીઓ કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને રાજયપાલને રજુઆત કરવામાં આવી છે કે દેશના ગૃહમંત્રીએ રાજીનામું આપવુ જોઈએ અથવા માફી માંગવી જોઈએ.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/