મોરબી : આજે ગ્રાહક સુરક્ષા અંગે લોકોમાં જાગૃતતા આવે અને લોકો જાગો ગ્રાહક જાગોના સૂત્રને સમજી-જાણી શકે તે માટે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકોને ગ્રાહક સુરક્ષા,પૈસાનું યોગ્ય રોકાણ અને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીની મહેશ હોટેલ ખાતે લોકો માટે ત્રિવેણી હેતુ અંગેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકોને ગ્રાહક સુરક્ષા અંગે,બચાવેલા પૈસાના યોગ્ય રોકાણ અંગે તેમજ હેલ્થની જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સેમિનારમાં પૂર્વ સાંસદ રામાબેન માવાણી,રામજીભાઈ માવાણી,મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર,અશોકભાઈ,કાર્તિકભાઈ,વિરલભાઇ, ગ્રાહક સુરક્ષાના કન્વીનર લાલજીભાઈ મહેતા,કે.કે.પરમાર,મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ નિર્મળાબેન હડીયલ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત મોરબીના આમંત્રિત મહેમાનો હાજર રહેલ હતા.આ સેમિનારના અંતે સમુહ ભોજન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide