કોરોના બૉમ્બ ફૂટ્યો : મોરબી જિલ્લામાં બુધવારે સવારે વધુ 28 કોરોના પોઝિટિવ કેસ આવ્યા

0
1093
/
મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 293 સુધી પહોંચી ગયો!!

મોરબી : આજની તારીખે મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે આજે એકસાથે 28 કેસ નોંધાતા કોરોના વિસ્ફોટ થયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો ગ્રાફ 293 પર પહોંચી ગયો છે.

મોરબીના વિવિધ સેન્ટરો પરથી લેવામાં આવેલા સેમ્પલોમાં 22 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં નવી પીપળી ગામમાં રહેતા 51 વર્ષીય, 25 વર્ષીય, 54 વર્ષીય, 70 વર્ષીય મહિલા એમ ચાર મહિલાઓ તથા એક 26 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. વધુમાં, મોરબીના વાવડી રોડ પર રહેતા 41 વર્ષીય મહિલા, મહેન્દ્રનગર ખાતે રહેતા 70 વર્ષીય પુરુષ, ટંકારામાં રોહિશાળા ખાતે રહેતા 23 વર્ષીય પુરુષ, નેકનામ ગામમાં ઓનેરી કંપનીના 53 વર્ષીય પુરુષ, કોઠી શેરીમાં રહેતા 65 વર્ષીય પુરુષ, મોરબીના શનાળા રોડ પાર ખેરની વાડીમાં રહેતા 58 વર્ષીય પુરુષ, ભાંડીયાની વાડીમાં રહેતા 36 વર્ષીય મહિલા અને 33 વર્ષીય પુરુષ, કાલિકા પ્લોટમાં શિવ સોસાયટી ખાતે રહેતા 48 વર્ષીય પુરુષ, મહેન્દ્રનગરના 49 વર્ષીય પુરુષ, ગ્રીન ચોક ખાતે રહેતા 24 વર્ષીય પુરુષ, આનંદનગરમાં રહેતા 55 વર્ષીય પુરુષ, રવાપર રોડ પર રહેતા 59 વર્ષીય પુરુષ, પંચાસર રોડ પર 52 વર્ષીય પુરુષ, વેજીટેબલ શેરીમાં રહેતા 80 વર્ષીય મહિલા, ઘાંચી શેરીમાં રહેતા 71 વર્ષીય પુરુષ તથા પખાલી શેરીમાં રહેતા 70 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/