કડવા પાટીદાર સમાજ મોરબી દ્વારા પાટીદાર પરિવારો માટે 100 બેડ, એમડી કક્ષાના ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફ ,એમ્બ્યુલન્સ, આઇસોલેશન અને રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા પણ ઉપલબ્ધ
મોરબી : તાજેતરમા મોરબીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કડવા પાટીદાર સમાજ મોરબી દ્વારા મોરબીના જોધપર(નદી) ગામે આવેલ કડવા પાટીદાર ભુવનમાં આજથી પાટીદાર કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર પરિવારો માટે 100 બેડ, એમડી કક્ષાના ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ, આઇસોલેશન અને રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
મોરબીના જોધપર (નદી) ગામે આવેલા કડવા પાટીદાર પાટીદાર ભુવનમા આજે સરસ્વતી નિકેતનના મહંત ભાણદેવજી મહારાજના હસ્તે પાટીદાર કોરોના કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.કડવા પાટીદાર સમાજ મોરબી દ્વારા ફક્ત પાટીદાર પરિવારો માટે શરૂ કરાયેલા આ કોવિડ કેર સેન્ટરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ એમડી કક્ષાના તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ તબીબી સેવા માટે ખડેપગે રહેશે તેમજ એમ્બ્યુલન્સ ,લેબોરેટરી, આઇસોલેશન સહિતની કોરોના માટેની તમામ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ દર્દીઓ માટે સવાર, બપોર અને સાંજે પૌષ્ટિક આહાર આપવામાં આવશે. તેમજ નિયમિત ઉકાળાનું સેવન સહિતની તમામ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. તેમજ કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તો એમ્બ્યુલન્સ સહિતની સુવિધા રાખવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા પાટીદાર પરિવારોએ હેલ્પલાઇન નબર 7574015651, 9054315651 અને મોરબીના કાર્યાલય શ્રી પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ, આશાપુરા ટાવર, નવા બસ સ્ટેશન સામે શનાળા રોડ મોરબી ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide