મોરબીમાં કોરોના અંકુશની કામગીરી માટે કલેકટરે મહેસુલી વિભાગની 16 ટીમોની રચના કરાઈ

0
87
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા અનલોક બાદ મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં રાતોરાત ઉછાળો આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. આમ છતાં સંક્રમણ વધુને વધુ ફેલાતું છેક અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા મહેસુલી વિભાગમાંથી સમગ્ર જિલ્લા માટે કુલ 16 ટીમો બનાવીને સઘન કામગીરી માટે તાલુકા વાઇઝ એક્ટિવ સર્વેલન્સ ટીમ કાર્યરત કરી છે.

દરેક જિલ્લાના તાલુકા વાઇઝ રચાયેલી આ 16 ટીમોમાં, મોરબી શહેર માટે જી.એસ.જાડેજા, એ.એ.સોલંકી (મહેસુલી તલાટી), બી.બી.જાડેજા (નાયબ મામલતદાર), એ.પી.જાડેજા (મહેસુલી તલાટી), એ.એમ.પાવરા (નાયબ મામલતદાર), બી.એચ.મસાણી (મહેસુલી તલાટી), એમ.એમ.બારડ (નાયબ ચિટનીસ) અને એસ.બી.બાલાસરા (જુનિયર ક્લાર્ક)ને જવાબદારી સોંપાઈ છે.

જ્યારે મોરબી તાલુકા માટે બી.બી.સોલંકી (મદદનીશ તાલુકા વિકાસ અધિકારી), ડી.ડી.પટેલ ( જુનિયર ક્લાર્ક), આર.આર.પટેલ (વિકાસ અધિકારી પંચાયત) અને ડી.સી.દેત્રોજા (જુનિયર ક્લાર્ક)ને નિયુક્ત કર્યા છે.

વાંકાનેર શહેર માટે એચ.એમ.પરમાર (નાયબ મામલતદાર), કે.ડી.રાણપરિયા (મહેસુલી તલાટી), એ.એસ.જાડેજા (નાયબ મામલતદાર), આર.એચ.ગૌસ્વામી (મહેસુલી તલાટી)ને ફરજ સોંપાઈ છે. વાંકાનેર ગ્રામ્યમાં આઈ.એચ.માથકીયા (વિકાસ અધિકારી પંચાયત), વી.ડી.જાડેજા (જુનિયર ક્લાર્ક), એન.બી.ભીલ (વિકાસ અધિકારી પંચાયત), એન.એ. પરાસરા (જુનિયર ક્લાર્ક)ની નિમણુંક કરાઈ છે.

હળવદ શહેર માટે એ.આર.પટેલ (નાયબ મામલતદાર), એ.જી.કરાવડીયા (મહેસુલી તલાટી), એ.જી.સુરાણી (નાયબ મામલતદાર), વાય.કે. વાઘેલા (મહેસુલી તલાટી) તથા હળવદ ગ્રામ્ય માટે વાય.જી.પટેલ ( વિકાસ અધિકારી પંચાયત-ઇન્ચાર્જ-), એ.એચ. સોનગ્રા (જુનિયર ક્લાર્ક), જે.બી.મહેતા ( વિકાસ અધિકારી પંચાયત-ઇન્ચાર્જ-) અને એચ.વી.ભટ્ટ (સિનિયર ક્લાર્ક)ને જવાબદારી સોંપાયેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/