મોરબી: ડીડીઓ, બે ડેપ્યુટી ડીડીઓ, પ્રા. શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, ખેતીવાડી અધિકારી અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઝપટે
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે ત્યારે કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરીમાં એક પછી અડધા ડઝન અધિકારીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબી જિલ્લા પંચાયત કચેરીના ડીડીઓ ભગદેવ ગત અઠવાડિયે કોરોના સંક્રમિત બન્યા બાદ ડેપ્યુટી ડીડીઓ વસોયા અને ત્યાર બાદ ગઈકાલે બીજા ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલ પણ કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ કોરેન્ટાઇન થતા કચેરી અધિકારીઓ વગરની બની છે.નોંધનીય છે કે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ખેતીવાડી અધિકારી આરોગ્ય વિભાગના અધિકારી તેમજ અન્ય કર્મચારીઓ અને શિક્ષકો પણ કોરોનાની ઝપટે ચડ્યા છે અને છેલ્લા દસેક દિવસમાં જિલ્લા પંચાયતના અડધા ડઝનથી પણ વધુ અધિકારી અને કર્મચારી કોરોના સંક્રમિત બનતા કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide