કોરોના હોવા છતાં પણ દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરની આવકમાં વધારો

0
47
/
૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં ૩૦ થી ૫૦ ટકા વધારો થયો

મોરબી : હાલ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ વર્ષ ૨૦૨૧માં દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની આવકમાં 30થી 50 ટકા વધારો થયો છે.

કોરોના મહામારી બાદ દ્વારકા મંદિરની આવકમાં વધારો થયો છે. દેવભૂમિ દ્વારકાના નાયબ કલેકટર અને દ્વારકાધીશ મંદિરના વ્‍યવસ્‍થાપર પાર્થ તલસાણીયા અનુસાર ૨૦૨૦-૨૧ દરમ્‍યાન મંદિરને મહિનામાં વધીને ૯.૭૩ કરોડ રૂપિયા થવા પામી હોવાનું જણાવ્યું હતું. નાયબ કલેકટર અને અંબાજી મંદિરના વહીવટદાર એસ જે ચાવડા અનુસાર, ૨૦૨૧માં અંબાજી મંદિરને ૫૨.૩૭ કરોડ રૂપિયાનું દાન મળ્‍યું હતું જે ૨૦૨૦ ૩૯.૫૬ કરતા ૩૦ ટકા વધારે હોવાનું જણાવ્યું હતું.

કોરોના મહામારીની બીજી લહેર બાદ નિયંત્રણો હળવા બનતા લોકો યાત્રાધામોની મુલાકાતે જઈ રહ્યા છે પરિણામે મંદિરોની આવક વધી છે.ડાકોરના રણછોડરાય મંદિરના દાનમાં પણ ૫૦ ટકાનો વધારો થયો છે. મંદિરના અધિકારીઓ અનુસાર ૨૦૨૦-૨૧માં મંદિરને ૭.૫૩ કરોડનું દાન મળ્‍યું હતું જે ૨૦૨૧-૨૨ના પ્રથમ નવ મહિનામાં વધીને ૯ કરોડ કરતા પણ વધી ગયું હતું. મંદિર અધિકારીઓ અનુસાર મંદિરને મળેલ ઓનલાઇન ડોનેશન ગત વર્ષના ૧૩ લાખ રૂપિયાની સરખામણીમાં ૩ ગણા કરતા પણ વધારે એટલે કે ૪૨ લાખ રૂપિયા થયુ હતું. ૨૦૨૧ના પાંચ દિવસના દિવાળી તહેવાર દરમ્‍યાન અત્‍યાર સુધીનું રેકોર્ડ બ્રેક ૬૨ લાખ રૂપિયા દાન મળ્‍યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/