મોરબીમાં હાલ કોરોનાનો એક પણ કેસ નહિ : 3 દર્દી થયા રિકવર

0
47
/

મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે 3 દર્દી રિકવર થયા છે. જેને પગલે એક્ટિવ કેસ ઘટીને 4 થયા છે.

મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ ગત તા.11ને શુક્રવારે 3 કેસ નોંધાયા હતા. ત્યારબાદ તા.12ને શનિવારે વધુ કેસ નોંધાયો હતો. તા.13ને રવિવારે બે કેસ નોંધાયા હતા. જ્યારે તા.14ને સોમવારે એક કેસ નોંધાયો હતો. તા.15ને મંગળવાર, તા.16ને બુધવાર અને તા.17ને ગુરુવારના રોજ એકેય કેસ નોંધાયો ન હતો. ત્યારબાદ આજે તા.18ને શુક્રવારના રોજ આરોગ્ય વિભાગે જિલ્લાભરમાંથી 397 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યું હતું. જેમાંથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો કે આજે 3 દર્દી રિકવર થયા હતા. એટલે હવે એક્ટિવ કેસ ઘટીને 4 થયા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/