શાળામાં અગાઉ પોઝિટિવ આવેલ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા 186 લોકોના સેમ્પલના રિપોર્ટ જાહેર
શહેરમાં અન્ય એક પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ, આરોગ્ય તંત્ર એલર્ટ
મોરબી : હાલ રાજકોટમાં શાળાઓમાં કોરોના વકર્યા બાદ હવે મોરબીમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. શહેરની નવયુગ વિદ્યાલયમાં ગઈકાલે એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે શાળાના વધુ છ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે.
કોરોના પોઝીટીવ આવેલ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળામાં આજ રોજ કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ હતા. જેમાંથી તેના સંપર્ક માં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.જે પૈકી 5 વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તારમાં તેમજ 1 વિદ્યાર્થી ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નો રહેવાસી છે.વધુમાં આરોગ્ય વિભાગના ગઈકાલના અન્ય 41 વર્ષના પુરુષના કોન્ટેકમાં આવેલ વધુ એક 31 વર્ષના અને મોરબી શહેરી વિસ્તારના રહેવાસી પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. આમ આજ રોજ મોરબી જીલ્લામાં કુલ 7 પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide