ગ્રામલોકોને કોરોના ટેસ્ટ કરવા માટે વેઠવી પડતી ભારે હાડમારી
હળવદ : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ઢગલાબંધ કેસો સામે આવી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે હળવદ તાલુકાના રણછોડગઢ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોવાથી આ ગામ રામભરોસે જેવી હાલતમાં મુકાઈ ગયું છે.
હળવદ પંથકમાં હમણાંથી કોરોના મહામારીએ હાજા ગગડાવી દીધા છે. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ ભારે માથું ઊંચક્યું છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ શોભાના ગાંઠિયા જેવી બની ગઈ હોવાથી ગ્રામજનો મુશ્કેલી મુકાય ગયા છે. જેમાં કોરોના કાળમાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં છે. આથી ગ્રામલોકોનું આરોગ્ય ભગવાન ભરોસે મુકાઈ ગયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide