મોરબી: હાલ રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વ્યાપક બનતા આરોગ્ય તંત્ર સહિતના સંબંધિત વિભાગો હરકતમાં આવ્યા છે.
ગઈકાલે ગુરુવારે જિલ્લા કલેકટર સાથે સંબંધિત વિભાગોની મળેલી તાકીદેની મિટિંગમાં ત્રણ નવા ટેસ્ટ સેન્ટર કાર્યરત કરવાની સહમતી સધાઈ હતી. જો કે આજ સાંજ સુધીમાં કઈ કઈ જગ્યાએ એ કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ થશે એની વિગતો જાહેર થવાની સંભાવના છે. ત્યારે ઘુંટુ ખાતે બંધ કરાયેલું કોવિડ કેર સેન્ટર ગુરુવારે સાંજથી જ પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં એક દર્દીને દાખલ પણ કરાવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘૂંટુ કોવિડ કેર સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા પણ ઉપલબદ્ધ રખાઈ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...