કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય આપો: કોંગ્રેસ

0
48
/

મોરબી હાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાયયાત્રા સંદર્ભે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેના કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારજનોને ૪ લાખની સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે

મોરબી જીલ્લા કોંગેસના પ્રમુખ જયંતિભાઈ પટેલે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કોવીડની મહામારી હાલમાં ઝડપી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ગંભીર પગલાં લેવાની સરકારને ફરજ પડી છે. રોજીંદી આવક ઉપર નિર્ભર એવા ગરીબ લોકોની સંખ્યા ગુજરાતમાં એટલી બધી વિશાળ છે કે આપણે તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી શકીએ નહી. હાલના કટોકટીભર્યા સમયમાં કોવીડ -૧૯ મહામારીમાં ગુજરાત સરકારે ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા, ખાનગી હોસ્પિટલમાં મોંધી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી છે. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો, પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે.

મૃતક પરિવારો સાથે માનવ જાતની પણ ક્રૂર મજાક કરી છે. એક બાજુ સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી. મૃતકના આધાર – પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે પણ, સરળતાથી મરણ પ્રમાણપત્ર મેળવવામાં વ્યાપક હેરાન પરેશાનીનો સામનો સ્વજન ગુમાવનાર પરિવારો કરી રહ્યાં છે, મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુઆંક છૂપાવી રહી છે. જ્યારે સુપ્રિમકોર્ટ લપડાક આપે ત્યારે સરકાર કામ કરે છે. ભાજપ સરકાર મૃતકોના પરિવારજનો સાથે મોટા પાયે અન્યાય કરી રહી છે. કોરોના મૃતકના પરિવારજનોને વળતર આપવાની ભાજપ સરકારની સાચી જ નિયત હોત તો ઉત્સવો અને તાયફાઓને બદલે ગ્રામ સભામાં કોવિડ મૃતકોના નામ નોંધણી કરાવી અથવા હોસ્પિટલ કે સ્મશાનમાંથી સાચા આંકડા મેળવી પરિવારજનોને આર્થિક સહાય સત્વરે આપી શકી હોત પરંતુ કોરોનામાં મૃતક થયાની સાબિતી માટે પરિવારજનોએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યાં છે.

મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં વિલંબની નોંધ સુપ્રિમકોર્ટે લીધા છતાં પણ સરકારના પેટનું પાણી ઘલતુ નથી. કૌરોના કાળમાં નાગરિકોએ પોતાના ધર – રોજગાર ચલાવવા માટે ર૮ મેટ્રીક ટન જેટલું સોનુ વેચવાની ફરજ પડી હતી. લોકોએ મકાન, જગ્યાઓ, ગીરવે મુકી હતી. સામુહિક, વ્યક્તિગત આત્મહત્યાનું પણ આકડો કોરોના કાળ દરમ્યાન વધ્યો ત્યારે, પરિવારજનોની આર્થિક નકલીફમાં સહાય કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/