ભૂમાફિયાઓ દ્વારા સરકારની મદદથી જમીન પચાવી પાડી હોવાથી અરજદારને હાલાકી
મોરબી : મોરબી જિલ્લાના મકનસર તાલુકાના ગામમાં રહેતા જમનાદાસ ટપુભાઈ પરમાર વ્યવસાયે ચર્મ કામ કરે છે. તેઓએ મોરબી જિલ્લાના સરકારી તંત્રના ભ્રષ્ટાચાર અને લાગવગશાહીથી થાકી રાજ્યપાલ પાસે ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગ સાથે અરજી કરી છે.
આ અરજીમાં જમનાદાસભાઈએ જણાવ્યું છે કે તેમનો પરિવાર જુના મકનસર ગામે મૂર્ત પશુઓના ચર્મ કામનો વ્યવસાય વર્ષોથી કરી ગુજરાન ચલાવી રહ્યો છે. જેના માટે મકનસર ગ્રામ પંચાયત દ્વારા તા. 25/11/1985ના રોજ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી સર્વે નંબર 133/1, જે સરકારી ખરાબો છે ત્યાં તેમને જમીન આપવામાં આવેલ છે. જ્યાં મૂર્ત પશુઓને લાવી તેમનું ચામડું કાઢી પશુઓનો નિકાલ વર્ષોથી કરી રહ્યા હતા. આ સરકારી ખરાબાની પાસેની જમીન પર ઉદ્યોગો શરુ થતા આ જમીનની કિંમત પણ વધી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide