નકલી રેમડેસીવિર ઇન્જેક્શન કાંડના આરોપી રાહુલ કોટેચાની જામીન અરજી ફગાવતી નામદાર કોર્ટ

0
79
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી પોલીસે મીઠા અને ગ્લુકોઝ મિશ્રિત 41 ઇન્જેક્શન સાથે આરોપીને પકડી પાડી રાજ્યવ્યાપી કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ

મોરબી : હાલ કોરોના મહામારી ચરમસીમાએ હતી ત્યારે ગ્લુકોઝ અને મીઠાના મિશ્રણવાળા ડુપ્લીકેટ નકલી રેમડેસીવિર ઇન્જેક્શન વેચવાનો કાળો કારોબાર કરનાર ગેંગને ઝડપી લઈ મોરબી પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડને ખુલ્લું પડ્યું હતું. ત્યારે આ કાંડના પ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલની ધારદાર દલીલો બાદ આરોપીની જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી દીધી છે.

કોરોના મહામારીની બીજી ઘાતક લહેર સમયે મોરબીમાં જીવન રક્ષક રેમડેસીવિર ઈન્જેક્શનના નામે મીઠું અને ગ્લુકોઝના મિશ્રણવાળા નકલી રેમડેસીવિર ઇન્જેક્શન રૂપિયા છ-છ હાજરમાં વેચી જનઆરોગ્ય સાથે ચેડાં કરનાર મોરબીના રાહુલ અશ્વિનભાઇ કોટેચા (રહે.ધુનડા રોડ) ને પોલીસે ડમી ગ્રાહક મોકલી 41 નંગ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 1.80 લાખ સાથે ઝડપી લઈ રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્લું પાડી ડઝનથી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા .

આ ચકચારી કૌભાંડમાં ઝડપાયેલા પ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અદાલત સમક્ષ ધારદાર દલીલો કરી જનઆરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપીને જામીન નહીં મંજુર કરવા જણાવતા નામદાર અદાલત દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં આવી ન હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/