મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

0
7
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે રેગ્યુલર દિવાની દાવા નંબર-28/2015 ના કામે વીજ શોકથી અવસાન પામેલ ગુજરનાર અમીત રામજીભાઇ પટેલના અકસ્માત વળતરના કેસમાં પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીની બેદરકારી સાબીત માની રૂપીયા 3,23,000/- કેસ દાખલ થયા તારીખથી વસૂલ થતાં સુધી 7.5% વ્યાજ સાથે ચૂકવવા તારીખ-26-12-2017 ના રોજ હુકમ કરેલ. તે હુકમથી નારાજ થઈ આ હાલની અપીલ પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ દાખલ કરેલ.

જે હાલની અપીલ રેગ્યુલર અપીલ નંબર-10/2019 નામદાર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં નામદાર ડીસ્ટ્રીક્ટ જજ સાહેબે રીસ્પોંન્ડટ (ગુજરનાર અમીત રામજીભાઇ પટેલના વારસદારો) ના એડવોકેટ મોરબીના સીનયર એડવોકેટ ગૌતમ ડી. વરીયા ની દલીલ પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) ની બેદરકારીથી બનાવ બનેલ હતો અને નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ નામદાર સાહેબે તારીખ-12-02-2026 ના રોજ અપીલ રૂપીયા 10,000/- ખર્ચ સહીત રદ કરતો હુકમ ફરમાવેલ છે. અને નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખેલ છે.

વકીલ ગૌતમ વરિયા

રીસ્પોંન્ડટ (ગુજરનાર અમીત રામજીભાઇ પટેલના વારસદારો) ના એડવોકેટ તરીકે મોરબીના જાણીતા અને સીનીયર એડવોકેટ ગૌતમ ડી. વરીયા રોકાયેલા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/