ગાયને બચાવવામાં મૃત્યુ પામેલા યુવકના પરિવારની વ્હારે સેવાભાવીઓ, રૂ. 1 લાખનો ફાળો એકત્રિત થયો

0
368
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
માટેલીયા ધરાના પાણીના પ્રવાહમાં તણાતી ગાયને બચાવવા જતા જીવ ગુમાવતા યુવકના પરિવારજનો માટે આર્થિક સહાયની અપીલ

વાંકાનેર : તાજેતરમા ગયા અઠવાડિયે સમગ્ર મોરબી જિલ્લામાં ભારે વરસાદ હતો. જેના કારણે તમામ જળાશયો ઓવરફ્લો થયા હતા. જેના લીધે પાણી નીચાણવાળા ગામોમાં ફરી વળ્યાં હતા. આવી પરિસ્થિતિમાં માટેલીયા ધરાના પાણીના પ્રવાહમાં તણાતી ગાયને બચાવવા જતા એક યુવકે જીવ ગુમાવ્યો હતો. ગાયને બચાવવામાં મૃત્યુ પામેલા આ યુવકના પરિવારની વ્હારે સેવાભાવીઓ આવ્યા છે. તેમજ હાલમાં રૂ. 1 લાખનો ફાળો એકત્ર થયો છે.

ગત તા. 30ના રોજ વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધરાનાં પાણીના પ્રવાહમાં એક ગાય ડૂબતી હોવાથી ત્રણ યુવાનો તેને બચાવવા કૂદી પડ્યા હતા. જેમાંથી બે યુવાનોનો જીવ બચી ગયા હતા. પરંતુ ભરતભાઇ જાદવભાઈ વિજવાડિયા (ઉ.વ. 35) માટેલ ધરાના પાણીના પ્રવાહમાં તણાય ગયા હતા. તેમજ ગાયનો જીવ પણ બચી શક્યો ન હતો. મૃતક યુવક ખેતીકામ કરતો હતો અને તેને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે. તેમજ મૃતક તેના માતા-પિતા સાથે જ રહેતો હતો. મૃતક યુવક પરિવારનો આધારસ્તંભ હતો.

યુવકના મૃત્યુથી પરિવાર નિરાધાર થઇ જતા મોરબી જીલ્લાભરમાંથી સેવાભાવીઓ મદદે આવ્યા છે. જે માટે સેવાભાવીઓ દ્વારા લોકોને આર્થિક સહાય માટે અપીલ કરવામાં આવી છે. જે અપીલને ઝીલીને અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાનો ફાળો નોંધ્યો છે. જેથી, હાલ રૂ. 1 લાખનો ફાળો એકત્ર થયો છે. હજુ પણ મૃતક યુવકના પરિવારને આર્થિક સહાય માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે માટે તા. 17 સપ્ટેમ્બર સુધીમાં મુન્નાભાઈ પેંડાવાળા (વાંકાનેર, 98252 92111), સતિષભાઈ (મોરબી, 98798 24169), તુષારભાઈ દફતરી (મોરબી, 98252 91313) તથા ભરતભાઈ કાનાબાર (મોરબી, 88490 31008), તપનભાઇ દવે (હળવદ, 97273 66100)નો પણ સંપર્ક કરી શકાશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/