તમામ ધંધા-રોજગાર અને વેપારીઓ માટે નવી આશાનો સંચાર કરતો મહત્વપૂર્ણ નિર્ણય બજારની રોનક પુનઃ સ્થાપિત કરશે
મોરબી : આજથી સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવનારા લગ્ન પ્રસંગોની સિઝનને લઈને એક ઉત્સાહવર્ધક જાહેરાત કરી છે. જે મુજબ લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં હવે 100ના બદલે 200 મહેમાનોને આમંત્રણ આપવાની છૂટ આપી છે.
સોમવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું હતું કે, આવનારી લગ્નસરાની સિઝનને ધ્યાને લેતા હવેથી 100ના બદલે 200 મહેમાનોને આમંત્રણ આપી શકાશે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોને ઉપસ્થિત રહેવાની છૂટ આપવાની જાહેરાત થતા લગ્નઇચ્છુક પરિવારો અને યુવા-યુવતીઓમાં આનંદ છવાયો છે. અલબત્ત આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું ફરજીયાત રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં શરૂ થશે. એ માટેની ગાઈડલાઇન્સ મુજબ બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી મહેમાનોને આમંત્રિત કરવાની જ છૂટ પણ અપાશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide