ટંકારા : કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવાની માંગ સાથે જ્ઞાતિ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન

0
59
/

મોરબી: કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવામાં માટે ટંકારા કંસારા જ્ઞાતિના આગેવાન ભુપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, હર્ષદરાય કંસારા, પરેશભાઈ કંસારા, રોહિતભાઈ કંસારા, તૃષાર કંસારા, પાર્થ કંસારા   દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર  પાઠવી માંગ કરવામાં આવી છે

જે આવેદનમાં જણાવ્યું છે કે આખા ગુજરાતમાં થઈને કંસારા જ્ઞાતિની ફક્ત ૬૦ હજારની વસ્તી છે.તેમાં ગુજરાતી હાલારી, ગોહિલવાડી, કચ્છી, સુરતી, મારૂ, વિસનગરી સહિત તમામ પેટા જ્ઞાતિ નો સમાવેશ થઈ જાય છે. દિવસે દિવસે કંસારા જ્ઞાતિ આર્થિક રીતે બેરોજગાર તથા શૈક્ષણિક રીતે પછાત થઈ રહેલછે.

કંસારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, ઉચ્ચ શિક્ષણ માટે સરકાર દ્વારા અપાતી લોન, સહાય મેળવી શકે તથા રોજગાર મેળવી શકે તે માટે ઓ.બી.સી.માં સમાવેશ કરવાની અમારી માંગણી છે. કેન્દ્ર સરકારે 102 મો બંધારણીય સુધારો સર્વાનુમતે મંજુર કરી દરેક રાજ્યને પોતાના રાજ્યની વસ્તી ની જ્ઞાતિઓમાં થી કઈ જ્ઞાતિ ને ઓબીસીની યાદીમાં સમાવેશ કરવી તેની સત્તા રાજ્યોને સુપ્રત કરી છે તેથી કંસારા જ્ઞાતિનો ઓ. બી. સી   માં સમાવેશ કરવાની અમારી માગણી છે.

કંસારા,સોની, લુહાર (પંચાલ) સુથાર (મિસ્ત્રી) બધા કારીગર વર્ગ છે .તે ભગવાન વિશ્વકર્માના સંતાનો છે. અમો કંસારા મુખ્યત્વે તાંબા પિત્તળકાંસા ઘાટના કાંસા ના  વાસણો બનાવનાર કારીગર વર્ગના છીએ છતાં ઓબીસીમાં અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી તેથી કંસારા જ્ઞાતિ અન્યાયની લાગણી અનુભવે છે. પડોશી રાજ્યો રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર સહિત 18રાજ્યમાકંસારા જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે .

કંસારાના કારીગર વર્ગ  નું કામ વર્ષના આઠ- નવ મહિના જ ચાલે છે. વાસણ બનાવવાની મજૂરી કામ મળે છે.  સ્ટીલ તથા પ્લાસ્ટિક નું વાસણ નો વપરાશ વધતા પિત્તળ તથા તાંબાના અને કાંસાના વાસણોનો વપરાશ ઘટયો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/