મોરબી : હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી મહંતની હત્યા કરવાના ચકચારી બનાવમાં લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા બાદ ત્રણેક મહિનાના અંતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ અને ટંકારા તાલુકાના વિરપર ગામના વતની આર.જે.જાડેજા સહિતની ટીમે ભેદ ઉકેલી નાખી દાહોદ જિલ્લાના વતની બે હત્યારાઓને દબોચી લીધા છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.29 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી લૂંટારુંઓએ મંદિરના મહંત દયારામભાઈ ઉર્ફે વિજયગીરીબાપુની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ ચકચારી બનાવમાં પોલીસે સીસીટીવી, હ્યુમનસોર્સને કામે લગાડવા છતાં ધારી સફળતા મળી ન હતી.
વધુમાં સુરેન્દ્રનગર પોલીસવડા દ્વારા ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.જે.જાડેજા સહિતની ટીમોને ગુન્હાનો ભેદ ઉકેલવા કામે લગાડતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ અને ટંકારા તાલુકાના વિરપર ગામના વતની આર.જે.જાડેજા અને તેમની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીને આધારે કુડા ગામની સીમમાં ભાગમાં વાડી વાવવા રાખી ખેતમજૂરી કરતા આરોપી સુમલાભાઈ ઉર્ફે સુમલો મનીયા ડામોર અને વિપુલ અરવિંદભાઈ પરમાર રહે.ધાનપુર, દાહોદ વાળાઓને ઝડપી લઈ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide