ધુળકોટ ગામે એ.જી. વાડી વિસ્તારમાં પૂરતા કલાકો નિયમિત વીજળી આપવા આવેદનપત્ર

0
36
/
ખેડૂતોની પી.જી.વી.સી.એલ. રજૂઆત

મોરબી : હાલ મોરબી જિલ્લાના ધુળકોટ ગામના એ.જી.ના વાડી વિસ્તારના ખેડૂતો દ્વારા સમયસર લાઈટ આપવા પી.જી.વી.સી.એલ. આમરણ (જામનગર)ને સંબોધી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવ્યું છે.

આ આવેદન પાત્રમાં જણાવાયું છે કે ધુળકોટ ગામના એ.જી.ના વાડી વિસ્તારમાં આઠ ક્લાકમાંથી માત્ર પાંચ કલાક જ લાઈટ મળે છે. આથી, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે. તેમજ લાઈટ પુરા કલાકો મળતી નથી અને વીજળી કપાતા કપાતા મળે છે. તો પુરા 8 કલાક નિયમિત રીતે લાઈટ આપવા પી.જી.વી.સી.એલ. અને ગેટકો કંપનીને અપીલ કરવામાં આવી છે. જો હવે નિયમિત વીજળી નહિ મળે તો પી.જી.વી.સી.એલ. આમરણ ઓફિસે ધારણા કરવાની ચીમકી અપાઈ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/