ધૂળકોટ ગામે આંશિક લોકડાઉન જાહેર કરાયું

0
49
/

મોરબી : હાલ કોરોનાની મહામારીમાં હાલ સાવચેતી જ અસરકારક ઉપાય જણાતો હોય મોરબી જિલ્લાના અનેક ગામોએ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ તેમજ આંશિક લોકડાઉન જાહેર કર્યા છે. આવી જ રીતે ધૂળકોટ ગામે પણ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.

ધુળકોટ ગ્રામ પંચાયત અને ગામના અગ્રણી દ્વારા ધુળકોટ ગામમાં આંશિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી દુકાનદારોને તેમની દુકાન સવારે ૮ થી ૧૦ અને સાંજે ૬ થી ૮ ખોલવાની છૂટ આપવામાં આવી છે. સાથે દુધની ડેરીને છુટ આપવામાં આવી છે. સાથે તાકીદ પણ કરવામાં આવી છે કે માવા અને ગુટખાનુ વેચાણ કરી શકશે નહી. આ નિયમનુ ઉલ્લંધન કરનાર રૂપિયા ૫૦૦ના દંડને પાત્ર રહેશે. ગામમાં માસ્ક પહેરીને જ નીકળવાનું રહેશે. માસ્ક વગરની કોઈ વ્યક્તિ માલુમ પડશે તો ૨૦૦ રૂપિયા દંડ આપવાનો રેહશે. દંડની રકમ ગાયોને લીલા ધાસચારા માટે વાપરવામાં આવશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/